Thursday 23 August 2018

ગઝલ

*શક્તિ જેની સાત સાગર જેવી ભારી હોય છે,*
*આ જગતમાં બીજું કો ના એક નારી હોય છે.*

*ઝળહળે છે રોજ દીવો માનવીના ભીતરે,*
*કોઇએ પણ ક્યાં કદી આ વાત ધારી હોય છે.*

*મદને છોડી પ્રેમ પુર્વક જિંદગીને જીવજો.*
*કોઇ ના કોઇ દિવસ મૃત્યુની પારી હોય છે.*

*સૂર્ય પણ ઊગે ને ડૂબે આ જગતમાં દોસ્તો,*
*માનવીની જિંદગી ક્યાં રોજ સારી હોય છે?*

*એકલું સુખ કોઇના પણ ભાગ્યમાં હોતું નથી,*
*જિંદગીમાં સુખની સાથે દુખની યારી હોય છે.*

*✍️ઉમેશ તામસે 'ધબકાર',*
      *વ્યારા (તાપી)*

No comments:

Post a Comment