Thursday 23 August 2018

ગઝલ

મળ્યાં : તરહી ગઝલ

ખળખળતા ઝરણાની ધારે મળ્યાં!
સૂકીભઠ નદીના કિનારે મળ્યાં!

ભૂલ્યો તો ભૂલ્યો તમને વર્ષો સુધી!
વિચાર્યું કે મારા વિચારે મળ્યાં!

અહીં હું, તમે ત્યાં ને વચમાં દીવાલ
ટીંગાડયાં સ્મરણ થઇ દીવારે મળ્યાં!

બહુ બેસૂરો રાગ ગાયો તમે!
તૂટયા તાર વાળી સિતારે મળ્યાં!

હતી આસ રાતે મળો રોજ, પણ
તમે રોજ સાંજે, સવારે મળ્યાં!

અમે રાહ જોઇ તો મસ્જિદ મહીં
તમે જો મળ્યાં તો મઝારે મળ્યાં!

કર્યા જામ પર જામ ખાલી હરિ!
અમરત તો ઠીક વિષ પીનારે મળ્યાં!

- હરિહર શુક્લ "હરિ"
  ૨૨-૦૮-૨૦૧૮

# તરહી મત્લા : ભરત ભટ્ટ
  "જરા ઝળહળયા તો સિતારે મળ્યાં
    તમે કોઇ મોઘમ ઇશારે મળ્યાં"

No comments:

Post a Comment