Thursday 23 August 2018

ગઝલ

કાળજું જ્યારે બળે છે;
શબ્દ ત્યારે ઝળહળે છે.

રોજ ધૂણો નાખ ભીતર;
આ ગઝલ ત્યારે મળે છે.

પથ્થરો ફાટી જવાના;
આજ કૂંપળ સળવળે છે.

જીવવા માંગો તમે તો;
મોત પણ પાછું વળે છે.

ફૂલથી લાગી  ગયેલી;
ક્યાં હજીયે કળ વળે છે?

શાયરીમાં દર્દ હો તો;
પાળિયા પણ સાંભળે છે.
                    -જિજ્ઞેશ વાળા

No comments:

Post a Comment