Thursday 23 August 2018

અછાંદસ

*અછાંદસ*

ફરિયાદ!
ના....ના....
ફરિયાદ જેવું તો કશું છે જ નહીં,
બસ આ મૌન સાથે
મિત્રતાનો હાથ લંબાવી રહી છું,
એય મૌન.....
તું મારો દોસ્ત બનીશ?
આ શબ્દોની મહામારી ગમતી નથી,
કોઈની લાપરવાહી સહન થાતી નથી,
હું બોલું ને કોઈ શું સમજે,
એનાં કરતાં તો ....
તું મારો દોસ્ત બને એ જ સારું ,
જાત સાથે વાત કરતાં શીખી જાઉં
તો કોઈનાં સાથની જરૂર જ ના પડે....
બરાબરને!...
ખૂબ શબ્દોની ઠોકરો અનુભવી છે
મારી લાગણીઓને લોકોએ પીંખી છે
જરૂરી એ પણ નથી કે બધાં મારી લાગણી સમજે,
બધાં મારો ખ્યાલ રાખે
કોઈને ચૂપ કરવા કરતાં...
કોઈને દોષ આપવા કરતાં...
હું જ મૌન થઈ જાઉં તો!!

કાજલ કાંજિયા"ફિઝા"

No comments:

Post a Comment