Thursday 23 August 2018

ગઝલ

નહીં પડે કોઈ ફરક હવે તું ધૂંધળો ન થા,
નહીં પડે કોઈ ફરક હવે તું ઊજળો ન થા.

હવે તું તારી ખોજમાં રહે છે રાતને દી' કાં',
તને મેં કીધું ન્હોતું કે તું ખુદથી વેગળો ન થા.

ઘણો વખત છે હળવે હળવે ડગલા માંડ દોડમાં,
જો ઠેસ વાગશે પડી જવાશે આકળો ન થા.

રહેવા દે બે દી' હજી નહીતો કડવા લાગશે,
એ ફળને પાકવાની વાર છે ઉતાવળો ન થા.

પ્રહાર કરને મૌનના પહાડ વીંધી નાંખ 'સ્વર',
પછી જ પડઘા પડશે ચારે કોર ગળગળો ન થા.
                             ગોહિલ નિલેશ "સ્વર"

No comments:

Post a Comment