Wednesday 22 August 2018

ભજન

મૂળ રે વિનાનું કાયા ઝાડવું
          ઝાડવાને આવ્યા લખલૂટ પાન,
પાને રે પાને ફૂટ્યાં ફૂલડાં
           ફૂલડાંને રહ્યાં છે ઓધાન
મૂળ રે વિનાનું કાયા ઝાડવું.

પાંચ રે મહિને બાળ  અવતર્યું
           સૌએ પાડ્યા જુદા જુદા નામ,
  ચાર રે ગુરુને એણે સેવિયા    
           ઝળહળ જોયો રે વિશ્રામ.
મૂળ રે વિનાનું કાયા ઝાડવું.
અરધો નદીમાં ભીનો છાંયડો
            અરધો માટીમાં રજોટાય,
પંખીના મળાને જલચર પૂછતા
         આભ ત્યાંથી કેટલુંક દૂર થાય,
મૂળ રે વિનાનું કાયા ઝાડવું.

      જગન્નાથ રાજગુરુ    (મહુવા)

પ્રથમ પંક્તિ પ્રાચીન ભજનની

*************************

No comments:

Post a Comment