Wednesday 22 August 2018

અછાંદસ

હું હિંદુ તું મુસલમાન ચાલ કરીએ આજ સમાધાન
હું ટોપી પહેરું તું સાફો બાંધ
મારો અલ્લા તારો રામ
ચાલ કરી નાખીએ આજ સમાધાન
એકમેકને વઢીએ શુકામ
તું ઇન્સાન હું પણ ઇન્સાન
નાહક નો આ ઝઘડો શુકામ
ચાલ કરીએ સમાધાન
મને જરૂર પડશે તારી
તને પણ જરૂર પડશે મારી
એક છે આપણું હિંદોસ્તાન
ચાલ ને કરીએ આજ સમાધાન
વોટબેંક ની રાજનીતિએ ખૂબ કરાવ્યા
અવળા કામ
હું હું ને તું તું કરવામાં વર્ષો બગડ્યા આમને આમ
હવે તો કરીએ દેશ નું કામ
ચાલ ને કરીએ આજ સમાધાન
સમસ્યાઓ લાખ પડી છે
પણ એની ક્યાં આપણને પડી છે
દેશ ભલે ને જાય ખાડામાં
આપણે તો રહેવું આપણાં વાડા માં
થવું જોઈએ બસ આપણું કામ
શુ કામ કરીએ સમાધાન???
બસ આજ વાતને ભૂલી એકવાર
એક મેક ના મૂલ્યો ને મૂલી એકવાર
ઇન્સાન છો ઇન્સાન ને કબૂલી એકવાર
ચાલ મારા ભેરુ આજ કરીજ નાખીએ સમાધાન...

આ ફક્ત હિન્દૂ કે મુસલમાન નહિ પરંતુ દરેક વ્યકિત ને લાગુ પડે છે

પ્રેરણા:-બેલીફ મેઈન એક્ઝામ(ટોપિક-સમસ્યાઓ)

તારીખ:-19-8-2018
ધીરજ ભાસળિયા

No comments:

Post a Comment