Sunday 12 May 2019

Gazal

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

સ્વાર્થ વિન વૃક્ષો બધા માટે શીતળ છાયા કરે,
આદમી થોડું ખમીને અમથો હરખાયા કરે.

હું બગીચો બાનમાં લઇ ખુશ્બુ લેવા નીકળ્યો ,
તો રિસાયું ઓસ ને ફૂલોય કરમાયા કરે.

યાદની એક ઓઢણી શું ઓઢી તારા નામની,
આકરા ઉકળાટમાં પણ મનડું પલળાયા કરે.

રૂઝતા ઘા ખોતરીને જીવતા રાખ્યા છે મેં,
યાદનાં પડઘમ સભામાં તેથી પડઘાયા કરે.

ઠેસ વાગી છે હ્રદયને એક સુમનની જ્યારથી,
થઈ દીવાનું બાવરાની જેમ રઘવાયા કરે.

--  દિલીપ ચાવડા (દિલુ)

No comments:

Post a Comment