Wednesday 1 May 2019

ગઝલ

🌳🌳🌳🌳🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ

પ્રેમની ભાષા જેને સમજાય છે.
એ બધાં ગુજરાતીઓ કેંવાય છે.

દેશ દેશાવર ફરી ધંધો કરે,.
તે છતાં ગુજરાતી થઇ હરખાય છે.

દર્દ આપે ના કદીએ કોઇને,.
જાય જ્યાં ગુજરાતી સઘળું થાય છે.

વાયદાનો એ ઘણો પાક્કો રહે,.
વેણથી ભાથી મારો પરખાય છે.

ચાલતો એ ફાંકડી ચાલે સદા,.
એટલે ગરબા હરખના ગાય છે.

હોય સુખ દુઃખ ફર્ક કંઇ પડતો નથી,.
રોજ તેંવારો બની ઉજવાય છે.

ગર્વ એને ગૂજરાતીનો ઘણો,.
એટલે એ ક્યાં કદી વટલાય છે.

અંબિકા કાલી કરે જેને કૃપા,.
એમ એ ગુજરાતી થઇ મલકાય છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳

No comments:

Post a Comment