લાલ, પીળાં,जांबली રસ્તા ઉપર,
તું મને ક્યાં ક્યાં મળી રસ્તા ઉપર.
લો,જુઓ આસ્ફાલ્ટની વહેતી નદી,
માછલી જલ બીન તરી રસ્તા ઉપર.
જે સમય તું નીકળે છે શ્હેરમાં,
એ ઘડી રળિયામણી રસ્તા ઉપર.
સાચવી મૂકી હતી મનમાં જણસ,
એજ વસ્તુ सांपडी રસ્તા ઉપર.
પી રહી આખા નગરને રોશની ,
सांज કેવી ઝળહળી રસ્તા ઉપર.
ભરત ભટ્ટ
No comments:
Post a Comment