Friday, 12 January 2018

ગઝલ

વાત તો એમની ઠાવકી હોય છે,
જાત પણ લોકની પારકી હોય છે.

માં અને બાપની જે કરે ચાકરી,
છોકરી એમની લાડકી હોય છે.

જે બધાના હૃદયને હરી લે હજી,
એજ મોહક સદા ગાયકી હોય છે.

જ્યાં મળે માન આદર સદા પ્રેમથી,
ત્યાં હજી લોકની ટોળકી હોય છે.

આંગણાની ય શોભા વધી જાય છે,
જેમના પણ ઘરે બાળકી હોય છે.

- ઉમેશ તામસે "ધબકાર"

No comments:

Post a Comment