Wednesday 30 August 2017

ગીત

રંગ લાલ રંગે : ગીત

રંગરેજ રંગ લાલ રંગે ચૂનર મારી ... ...

      આભની અટારીએ સૂરજનો ગાલ લાલ
      પ્રીતમના અંગ ઉપર ઉડતો ગુલાલ લાલ
      પાછલે  પહોર  રચે રાસ ગોપીઓ સારી ... ...
      રંગરેજ રંગ ... ...

લાલ હોઠ, લાલ ગાલ, લાલ રંગ છે ન્યારો
લાલ  લાલ આંખ, મને છે ઉજાગરો પ્યારો
કાનજી  રમે  ને  ઉડી  જાય  છે ચૂનર મારી ... ...

      એક  એક  ગોપી  સંગ એક  એક નંદલાલ
      વ્રજની  રેણુ  ય  ઉડી  ઉડીને  થઈ ગુલાલ
      કાનજીએ ગોપીઓ ભવસાગરમાંથી તારી ... ...
      રંગરેજ રંગ ... ...

રંગરેજ રંગ લાલ રંગે ચૂનર મારી ... ...

- હરિહર શુક્લ
  ૨૯-૦૮-૨૦૧૭

No comments:

Post a Comment