હું મારા હાથ ફેલાવુ ?
તને વિચારમાં આવું ?
ક્ષણો કેવી રીતે વિતી ?
તને હું કેમ સમજાવું ?
તળેટીમાં મઝા આવે
શિખર પર તો નથી જાવું
હું શોધું ઊંટના પગલાં
કદી રણમાં મળી આવે !
શિશુની પગલીઓ વચ્ચે
સીધા રસ્તાઓ અટવાવે
આ પરપોટા સમુ જીવન-
ને ફુગ્ગા જેમ ફૂલાવે ?
હું ઊભો રહીને ચાલું છું
મને તું કેમ અટકાવે ?
ભરત ભટ્ટ
No comments:
Post a Comment