Thursday 31 August 2017

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ઓથ અમને મોટી

કાયમ આંગણ હરની રટણા,
અોથ અમોને મોટી.
ના માયા, ના મમતા વળગે,
જીવતર થયું લખોટી.

સહેજે સહેજે ધ્યાન ધારણા,
અનર્ગળ છે એવું,
વરસે તરસે ખળખળ કરતી
અખંડ નભ ધારા જેવું.
સુખદુ:ખ સમથળ લાગે,
હેલે ચડતી ભંભોટી.
કાયમ આંગણ હરની રટણા....

ધરપત હૈયે અણનમ એવી
આઠે પોર ભરપૂરા,
એની વાટે પગલાં અથરાં,
નજર સામે જ નૂરા.
'જ્યાં એ ત્યાં હું' નો અવસર
ઉજળી ચાંચું બોટી.
કાયમ આંગણ હરની રટણા...

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment