Wednesday 30 August 2017

ગઝલ

તરાવી હોડી કાગળની અને દફતર લઈ ચાલ્યું,
શિશુ કોઈ અજાણ્યા શબ્દનું સરવર લઈ ચાલ્યું.

શિખરની ટોચ પર જઈને ફરકવાનો નથી મતલબ,
હઠીલુ મન તળેટીથી મને ઉપર લઈ ચાલ્યું.

સ્મરણ ફુલોનુ આવ્યું ને ઘડીભર બાગમાં બેઠો,
પતંગિયાનુ ઝૂમખુ અશ્રુની ઝરમર લઈ ચાલ્યું.

રણકતી ઝાંઝરી સાથે તું નીકળે ઓઢણી ઓઢી,
તો પંખીઓના કલરવને શિરે અંબર લઈ ચાલ્યું.
  
પૂછું શેરીને, રસ્તાને ,ગલીને ,ચોક-ચૌટાને,
મને વેરાન વગડાએ  હવે ક્યાં ઘર લઈ ચાલ્યું.

         ભરત ભટ્ટ

No comments:

Post a Comment