વાર લાગે છે ઓળખવામાં ઘણી
ચહેરામાં કૈંક ગડબડ લાગે છે ઘણી.
આમ તો દેખાવે ઠીકઠાક છે
પણ દેખાડો કરવામાં જાત ઘસી નાખે ઘણી.
ભટકાય છતાં ભાર વધારે છે
આ પીઠમાં ઢસરડા ની ક્ષમતા છે ઘણી.
રસ્તો સીધો પહોંચાડે છે મોડો જરૂર
પણ ઝડપે જવા એ પકડે ત્રાસી બાંગી કેડી ઘણી.
સમજણ આમ તો વધારી છે ઘણી
પણ સમજાવવા એને કરવી પડે મથામણ ઘણી.
ગોળ ગોળ ફરે છે ને ત્યાંને ત્યાં જ ઉભો છે
વૈતરું કરતા આ માણસની સફર "નીલ" લાગે છે આભાસી ઘણી .
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Wednesday 30 August 2017
ગઝલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment