Wednesday 30 August 2017

ગઝલ

ગઝલ
   અાંખમાં અંધાર હો દેખાય શું ?
   ને જીવનનો અર્થ પણ સમજાય શું ?

   બેઉનો રસ્તો અલગ છે અેટલે,
   સામસામે જિંદગી અથડાય શું ?

   ભીતરે ધરબાઇ છે ભીંતો ફકત,
   ભીંતમાંથી લાગણી છલકાય શું ?

   ભોમિયો છે સાથમાં અે કારણે,
   માર્ગમાં પગલાં હવે અટવાય શું ?

   પૂછજો સંજોગને જઇને જરા,
   ફાટલા અા દિવસો સંધાય શું ?

   જિજ્ઞા ત્રિવેદી

No comments:

Post a Comment