Wednesday 30 August 2017

ગઝલ

જાતને બાળો હવે, તો થાય શું?,
જાત બાળીને બધું વિસરાય શુ?.
.
હોય છે એ આંખ સામે તોય પણ,
આંખ સામેનું બધું દેખાય શું?.
.
આપવા માટે બધું આપી દઉં,
હોય એનાથી વધુ દેવાય શુ?.
.
ફેરવીને વાત સઘળી જે કરે,
વાત એની કોઈને સમજાય શુ?.
.
સીધે સીધી ના કહી છે જેમણે,
જ્યારે તયારે એમને પુછાય શુ?.
.
જે બની બેઠો કુવાનો દેડકો,
એને દુનિયામાં બીજું દેખાય શુ?.
.
પહોંચવું છે 'મિત્ર' એવું ધારીલે,
તો પછી રસ્તા કદી લંબાય શુ?.
.
           મિત્ર રાઠોડ

No comments:

Post a Comment