Wednesday 30 August 2017

ગઝલ

અશ્રુની ભાષા કદી વંચાય શું?
સુખનુ કે દુ:ખનુ કદી પરખાય શું?

આંખમા ઢાંક્યુ કશું ઢંકાય ના
લાગણી રોકી કદી રોકાય શું?

હોય કે ના હોય,એ;પણ હો તડપ
આ હ્રદયને પ્રેમનો પર્યાય શું !

આભમાં ઉંચે ભલે ને એ ઉડે
એક રજથી સૂર્ય લગ પ્હોંચાય શુ?

સ્વપ્ન તુટ્યાનો કદી ના શોર થ્યો
દિલ તુટે તો ચીસ પણ નંખાય શું!!

સુખ વધે છે વ્હેચવાથી સાચુ છે
દુ:ખ બજારે કોઈ દી વેચાય શું?

હોય મુંઝારો છતાં જીવે બધા
જીવવાનુ એટલે છોડાય શું?

કિરણ જોગીદાસ

No comments:

Post a Comment