Wednesday 30 August 2017

ગઝલ

છે ખબર કે એને ગરમાળો ગમે
એટલે  અમને ય ઉનાળો  ગમે

એકલો પાડે છે દુનિયાથી મને
જિંદગી ! આ તારો સનકારો ગમે

એ પછી તો તું જ છે, તું ધર ધીરજ
સાંજ સુધી માંડ અખબારો ગમે

એક બે સુવાંગ હોવા જોઈએ
ક્યાં લગી એના એ અવતારો ગમે

ના ગમે, તે એક પળ પણ ના ગમે
જે ગમે તે આખ્ખો જન્મારો ગમે

             ~ સ્નેહી પરમાર
( " યદા તદા ગઝલ " માંથી સાભાર )

No comments:

Post a Comment