Wednesday 30 August 2017

ગઝલ

ભર્યા ઘરની વચાળે એક આગંતુક ધરી છે.
દશા એની કરે ચાડી એ એરણને વરી છે.

ભણાવીને, ગણાવી, પ્રેમથી એને વળાવી,
છતાં આજે વ્યથાઓ આંગણે પાછી ફરી છે.

ચણાવી આભ પોતાનું મઢાવી સૂર્ય ચાંદા,
બધી ઈચ્છા સિતારો થઈને ખોળામાં ખરી છે.

બહુ વરસે નજરમાં કૃષ્ણ આવીને વસ્યા જ્યાં,
હવે એ આંખમાં નિંદર તણી અફવા ભરી છે.

અજાણી વાતમાં એવું કશું તો ખાસ ન્હોતું,
શબદમાં પણ લગોલગ મૌન આંખો સરી છે.

શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment