Wednesday 30 August 2017

ગઝલ

*યાદો પણ ચકનાચૂર થઈ ગઈ*

ઘણા વર્ષો બાદ ગામડે પાછો આવ્યો
ને
એ ઊડતી ધૂળની મ્હેક શ્વાસ સાથે લેતા
જાણે
માના ખોળાની માદક સુગંધ હોય.
લાકડાની બનેલી
ડેલી
ખોલીને ત્યાં,
દાદા કહેતા કે આ લીમડો હું નાનો હતો
ત્યારે મેં રોપેલો હતો
બસ એ લીમડાએ મારુ સામું નજર કરી
ને
જાણે એ વિરહ વેળાના પાનખરમાંથી
વસંતના પહેલા મિલનની જેમ ઘેઘુર લીમડો થઈ ગયો
શુભ સંદેશ ગણાય એવા
જમણા પગને મારી ડેલીમાંથી
અંદર ઘરના આંગણમાં પગ મુક્યો
ને
મારા પગની મુકતાની સાથે જ
એક સુંદર મજાની આંગણામાં પવનની
લ્હેરકી આવી
ને
એકાએક મારી આખો બંધ થઈ ગઈ
ને
બાળપણના યાદગાર દ્રશ્યો નજરે ચડ્યા
બસ એટલામાં જ
પવનના જપાટાથી બા-બાપુજીના
ફોટા
પેલી જર્જરિત દીવાલ પરથી નીચે પડ્યા
ને ફોટા નીચે પડતાંની સાથે જ
જેમ કાચના ટુકડે-ટુકડા થઈ ગયા
એની સાથે જ
યાદો પણ ચકનાચૂર થઈ ગઈ

*સોલંકી દિપક 'રહીશ'*

No comments:

Post a Comment