Monday 31 July 2017

ગઝલ

મેં  ભાર કહો  પાપનો માથે કયો લીધો ?
મીરા બની પ્યાલો મેં ફકત ઝેરનો પીધો.

છો મેલી સરીખી રહી આ જાત બધાની;
લઈ પુણ્યની ગંગા હવે ખુદને તું  પ્રથમ ધો

વરમાળા લઈ પૂણ્યની જો દ્રોપદી ઊભી;
અર્જુન બની બસ પાપી નયન મત્સ્યના વિંધો.

દોષિત તને  મળશે નહીં ખુદથી વધુ કોઈ;
આવીને પહેલા ના મને આંગળી ચીંધો.

ચાલી હતી જેણે  બધી આ ચાલ શકુનિ;
'સર્જક' અહીં માંગે છે હવે મોક્ષ એ સીધો
સર્જક
_________________________
  મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ

No comments:

Post a Comment