Monday 31 July 2017

ગઝલ

કોઈ સૂઝે ના ડગર, બસ કોણ જાણે શી ખબર !
કેમ વીતે છે પહર, બસ કોણ જાણે શી ખબર !

કોઈ ઓળખતા નથી કે કોણ આવ્યું છે અહીં,
કાઢવા મારી ખબર, બસ કોણ જાણે શી ખબર !

ખળભળે છે ક્યારનો આ એક સાગર માંહ્યલે,
ક્યાં ઉઠી છે કોં લહર, બસ કોણ જાણે શી ખબર !

એ જતા આપી ગયા છે એક સરનામું મને,
લાગે જાણીતી ડગર, બસ કોણ જાણે શી ખબર !

જીવવાને એક સાથી તો સદાયે જોઈએ,
એ ભલે આપે ઝહર, બસ કોણ જાણે શી ખબર !

બસ બધા એમાં જ ભરમાઈ ગયા સઘળા તમે,
આ અગર ને આ મગર, બસ કોણ જાણે શી ખબર !

આમ "જયલા" કોઈ દિન તારે જવું પડશે પછી,
ક્યાં રહ્યું કોઈ અમર, બસ કોણ જાણે શી ખબર !

@ જયલા
તા.૩૧-૦૭-૨૦૧૭

No comments:

Post a Comment