Monday 31 July 2017

ગઝલ

રણ પ્રદેશે જે ફરેલા હોય છે,
મૃગજળ એણે પીધેલા હોય છે.
.
આંસુઓ જેના છે સુકાઈ ગયા,
એજ ભવસાગર તરેલા હોય છે.
.
ખૂબ સાંભળવા ગમે સૌ શબ્દ એ,
તે મને જે પણ કહેલા હોય છે.
.
જે જરૂરતથી ઊંચું છે બોલતા,
એ જ ભયથી થરથરેલા હોય છે.
.
જેમને ગુસ્સો કદી ના આવતો,
કોક એવા અવતરેલા હોય છે.
.
મોતનો ભય ના બતાવો એમને,
જે તમારા પર મરેલા હોય છે.
.
આંખ મિચું યાદ આવે "મિત્ર" સૌ,
જેની સાથે દિલ મળેલા હોય છે.
.
                "મિત્ર" રાઠોડ

No comments:

Post a Comment