Monday 31 July 2017

ગીત

શિવજીની જાન અને સાસુનો સંતાપ

જાન અનોખી નીકળી શિવ પરણવા જાય
શિવસાસુ મેનાવતી , ઝરૂખડે ડોકાય !

જાન પ્રભુની જોઈને,મેનાને દુ:ખ થાય ,
સોના જેવી દીકરી જોગીને ઘર જાય !

ગમે ભસ્મ એને, ન કંકુ ન ચોખા
મહાદેવ શંભુ બધાથી અનોખા

સદાશિવ શંકર શિરે ચંદ્ર રાખે
ઘરેણા તરીકે ગળે નાગ નાખે

ગળે મુણ્ડમાળા નીલા કંઠવાળા
ગણો, ભૂત ને યક્ષ,કિન્નર રૂપાળા

નગરજનને ભાળી જટાગાંઠ વાળી
શિવે વાઘનું ચર્મ લીધું વીંટાળી

વૃષભ પર સવારી, શિરે ગંગધારી
વિજયરાજના નાથની જાન ન્યારી

વિજય રાજ્યગુરુ

No comments:

Post a Comment