Monday 31 July 2017

ગઝલ

ગઝલ

હર્ષ બ્રહ્મભટ્ટ

દંભની, મૃગજળની દુનિયા છે, કબૂલી લે હવે,
સુખ બધાં ઝાકળની દુનિયા છે, કબૂલી લે હવે.

જે ચમત્કારો બન્યા એ ક્યાં કડી સમજી શક્યો ?
પારની આગળની દુનિયા છે, કબૂલી લે હવે.

છો રહો સાથે છતાં ના કોઈને જાણી શકો,
ચોતરફ અટકળની દુનિયા છે, કબૂલી લે હવે.

કેટલી વેળા ગયો ફેંકાઈ અંધારાં મહીં ?
આ જૂઠી ઝળહળની દુનિયા છે, કબૂલી લે હવે.

માણસો ખોટા કચેરી-કોર્ટના ધક્કે ચઢે,
સત્ય તો કાગળની દુનિયા છે, કબૂલી લે હવે.

No comments:

Post a Comment