Monday 31 July 2017

૧૧, ગઝલ

કેટલા સગપણ રડ્યા'તા સાવ છાતીએ મગર,
ને જખમ કેવા જડયા'તા સાવ છાતીએ મગર.

એક બાજું જગ હતું ને એક બાજું હું હતો,
બસ પછી બંને લડ્યા'તા સાવ  છાતીએ મગર.

મેં લખેલા કાગળો ફાડયા હતા તે રોષમાં,
તે લખેલા તો જડયા'તા સાવ છાતીએ મગર.

હાલ મારા જોઈને એને દયા આવી હશે,
એમ તો એ પણ રડ્યા'તા સાવ છાતીએ મગર.

જિંદગી આખી અમે રાખી છલકતી એમ તો,
આંખથી પણ જો દડ્યા'તા સાવ છાતીએ મગર.

સાવ કોરા એ રહ્યા, વરસાદની હેલી હતી,
ને, અમે પણ, તો રડ્યા"તા સાવ છાતીએ મગર.

રાત દિન બેધ્યાન અવસ્થામાં ગુજાર્યા છે "જ યા"
કેફ આ શાના ચડ્યા'તા સાવ છાતીએ મગર.

જયલા

કાળજા રાખી કઠણ ફરતા રહ્યા આ લોક સૌ,
ને પછી તો કેટલા ઝરતા રહ્યા આ લોક સૌ.

એકલા આવ્યા હતા પણ એકલા જાવું નથી !
એટલે બસ કોથળા ભરતા રહ્યા આ લોક સૌ.

ડર કદી રાખ્યો નહી એણે કરમનો તો જરા,
કેમ જાણે લોકથી ડરતા રહ્યા આ લોક સૌ.

માનસાઈનો ધરમ છોડયો બધાયે એકદમ,
માત્ર શિષ્ટાચાર બસ કરતા રહ્યા આ લોક સૌ.

છે ફકીરી એટલી કે કઇ નહીં આપી શક્યા,
નામ મારૂ માનમા ધરતા રહ્યા આ લોક સૌ.

ડૂબવાની છૂટ તો આપી હતી ત્યાં એમણે,
પણ કિનારે એકલા તરતા રહ્યા આ લોક સૌ.

જીવતે જીવત કદી જીવ્યા નહી "જયલા" બધા,
કૈક તરખટ રાચતા મરતા રહ્યા આ લોક સૌ.

@જયલા

હાલ મારા જોઈને એને મજા આવી હશે,
રાખવા કોઈ અદાવત આ ઘટા આવી હશે.

એકલો સળગી રહ્યો છું હુંય ભીતર ક્યારનો,
બાળવા મુજને વધું મીઠી હવા આવી હશે.

કોણ જાણે કેમ મારી આ દશા આવી હશે,
જિંદગીને જીવવાની, કે કલા આવી હશે.

મેં કરમ જે પણ કર્યા તારા ભરોષે ઓ ખુદા,
એ કરમની સાખમાં આખી સભા આવી હશે.

છેક અંદરથી મર્યો તો, તે છતા જીવત રહ્યો,
એટલી મારા ઉપર કોને દયા આવી હશે.

આમ હલકટ આ વિચારો એટલા આવે નહીં,
જીવતરમાં કોઈ તો આજે રજા આવી હશે.

ક્રોધ આ કાયમ હતો એના ઉપર, જે ઠારવા,
આ કરૂણા, આ દયા ને આ ક્ષમા આવી હશે.

બેવફાના હાલ કેવા થઈ ગયા " જયલા " પછી,
આ ખબરને આપવા મારી વફા આવી હશે.

@ જયલા

ત્યારથી મેં કેટલી તકલીફ આ ઝેલી હતી,
એક છૂરી આપણાએ પીઠમાં ઠેલી હતી.

મેં નજર સામે જ રાખ્યા'તા બધાને કાયમી,
તે વિચારીને રમત આ આંધળી ખેલી હતી.

માત્ર રાખે છે શરીરો સાફ આજે માણસો,
મન મહી છે જે મુરાદો, કેટલી મેલી હતી.

જોતજોતામાં હવે આ જિંદગી વીતી ગઈ,
એક ટેકણ લાકડી ને હાથમાં થેલી હતી.

હું ભડકતો ને સળગતો જીવતો કાયમ રહ્યો,
હાથમાં મારા જ મારી લાશની સેલી હતી.

આ ધરા પર આવતાની સાથમાં મરતા રહ્યા,
આમ જીવ્યા કે મરેલા સંતની રેલી હતી.

આ ભરેલા ઘર વિશેની વાત તમને શું કરું?
કેટલી " જયલા" તમારી ખુબસુરત ડેલી હતી.

@ જયલા @

સાવ કોરા એ રહ્યા વરસાદની હેલી હતી,
આ જુલાઈમાં અમે તકલીફ એ ઝેલી હતી.

આવવું ના આવવું મરજી હવે તારી બધી,
મેં હૃદયની ક્યારની ખૂલ્લી કરી ડેલી હતી.

કેમ હું જોઈ શકું તકલીફમાં એને કદી,
મેં બલાઓ એમની મારા તરફ ઠેલી હતી.

વાત છોને રૂબરૂમાં થઈ નહીં એકે કદી,
સાંભળ્યું છે કે અમારી એય પણ ઘેલી હતી.

ખ્વાબમાં આવી સતાવે છે મને જે ક્યારની,
ને ખુલાશો એ થયો કે આ નહીં પેલી હતી.

@જયલા@

એક એના કારણે ભાંગ્યા સદા હૈયે અમે,
બસ સદંતર બારણા વાખ્યા સદા હૈયે અમે.

કોઇ ઔષધ કામ ના આવે, ઇલમ લાગે નહીં,
પ્રેમમાં બસ રાતભર જાગ્યા સદા હૈયે અમે.

કઇ મનોરથ સામટા ટૂટી પડ્યા મારા ઉપર,
કઇ મનોરથ એમ તો દાગ્યા સદા હૈયે અમે.

માત્ર એ દેખાવ ખાતર બસ ગળે મળતા રહ્યા,
લાગણીમાં એમને લાગ્યા સદા હૈયે અમે.

ખ્વાબમાં એ કોઈ ' દી મળતા રહે "જયલા" કદી,
જીવ માફક જેમને રાખ્યા સદા હૈયે અમે.

@જયલા@

સાવ સાદી રીતથી છે આ ઝલકતી જિંદગી,
પ્રેમની આ જ્યોતથી રાખી સળગતી જિંદગી.

હાથ માંથી એક તો ક્ષણક્ષણ છટકતી જિંદગી,
કોણ જાણે શી ખબર ક્યારે અટકતી જિંદગી.

છે નિરંતર ચાલ એની, ક્યાંય પણ પગલા નથી,
રાહ પર મંઝિલ વગર કાયમ ભટકતી જિંદગી.

એક બાજું ખાઇ છે ને એક બાજું છે કુઈ,
ધાર પર તલવારની કાયમ લટકતી જિંદગી.

મેં કરેલા હાથના વાગ્યા સદા હૈયે મને,
કેટલો ઊંચે ઉછાળી ને પટકતી જિંદગી.

મોત માંગી ક્યારના બેઠા હતા છેલ્લે સુધી,
મોત આવી તે ક્ષણે પાછી વળગતી જિંદગી.

વાદળો ઘેરા થયા ને વીજળી ચમકે હવે,
યાદના વરસાદમાં કેવી પલળતી જિંદગી.

@જયલા@

એક લાફો જોરથી ચોડયો બધાએ એકદમ,
લાગણીના સેતુને તોડયો બધાએ એકદમ.

તોડતા થાકી ગયા તો, હાથ જ્યારે એમના,
બસ પછી પરવશ બની જોડ્યો બધાએ એકદમ.

ઘર હતું, પત્ની હતી, માતા - પિતા, બાળક હતા,
કોણ જાણે શી ખબર છોડ્યો બધાએ એકદમ.

સ્વાર્થનો ફુગ્ગો ફુલાવી રોજ ફરતા એ રહ્યા,
પ્રેમ પરપોટો સદા ફોડ્યો બધાએ એકદમ.

જેમ વાળ્યો એમ વળતા ગ્યા અમે તો આજ તક,
જેમ ફાવે એમ બસ મોડયો બધાએ એકદમ.

@ જયલા @

આ ખબર અખબારમાં છાપી હતી ત્યાં એમણે,
બાતમી મારી બધી આપી હતી ત્યાં એમણે.

આ હૃદયની ચોતરફ કીલ્લો બનાવ્યો એક તો,
ને વસાહત એ પછી સ્થાપી હતી ત્યાં એમણે.

મેં કદીયે પ્રેમમાં રાખ્યું નહીં કોઈ ગણિત,
ને બધીયે લાગણી માપી હતી ત્યાં એમણે.

મુક્ત પિંજરથી કરી આકાશ આપ્યું રીત સર,
પાંખ પંખીની પછી કાપી હતી ત્યાં એમણે.

એક ખૂણો કાયમી સુક્કો થયો છે જ્યારથી,
ત્યારથી દીવાસળી ચાંપી હતી ત્યાં એમણે.

"જયલા"

કેટલા સગપણ રડ્યા'તા સાવ છાતીએ મગર,
ને જખમ કેવા જડયા'તા સાવ છાતીએ મગર.

એક બાજું જગ હતું ને એક બાજું હું હતો,
બસ પછી બંને લડ્યા'તા સાવ  છાતીએ મગર.

મેં લખેલા કાગળો ફાડયા હતા તે રોષમાં,
તે લખેલા તો જડયા'તા સાવ છાતીએ મગર.

હાલ મારા જોઈને એને દયા આવી હશે,
એમ તો એ પણ રડ્યા'તા સાવ છાતીએ મગર.

જિંદગી આખી અમે રાખી છલકતી એમ તો,
આંખથી પણ જો દડ્યા'તા સાવ છાતીએ મગર.

સાવ કોરા એ રહ્યા, વરસાદની હેલી હતી,
ને, અમે પણ, તો રડ્યા"તા સાવ છાતીએ મગર.

રાત દિન બેધ્યાન અવસ્થામાં ગુજાર્યા છે "જ યા"
કેફ આ શાના ચડ્યા'તા સાવ છાતીએ મગર.

@ જયલા

કાળજા રાખી કઠણ ફરતા રહ્યા આ લોક સૌ,
ને પછી તો કેટલા ઝરતા રહ્યા આ લોક સૌ.

એકલા આવ્યા હતા પણ એકલા જાવું નથી !
એટલે બસ કોથળા ભરતા રહ્યા આ લોક સૌ.

ડર કદી રાખ્યો નહી એણે કરમનો તો જરા,
કેમ જાણે લોકથી ડરતા રહ્યા આ લોક સૌ.

માનસાઈનો ધરમ છોડયો બધાયે એકદમ,
માત્ર શિષ્ટાચાર બસ કરતા રહ્યા આ લોક સૌ.

છે ફકીરી એટલી કે કઇ નહીં આપી શક્યા,
નામ મારૂ માનમા ધરતા રહ્યા આ લોક સૌ.

ડૂબવાની છૂટ તો આપી હતી ત્યાં એમણે,
પણ કિનારે એકલા તરતા રહ્યા આ લોક સૌ.

જીવતે જીવત કદી જીવ્યા નહી "જયલા" બધા,
કૈક તરખટ રાચતા મરતા રહ્યા આ લોક સૌ.

@જયલા

No comments:

Post a Comment