Monday 31 July 2017

ગઝલ

તૂટતાં પહેલાં જે સંધાઈ ગયું,
પોત પીડાનું  સંબંધાઈ  ગયું.

મેં બગીચાની કરી જ્યાં કલ્પના,
મારા મનમાં કંઈ  સુગંધાઈ ગયું.

હું નથી વિક્રમ છતાં વૈતાલ સમ,
એ સ્મરણ એવું તો સ્કંધાઈ ગયું.

પૂરની માફક વહી શકતું નથી,
એક બિન્દુ અશ્રુ બંધાઈ ગયું.

કાફિયા સામે રદ્દીફો પણ હસ્યાં
કોની  સામે  કોણ  ખંધાઈ  ગયું

             ભરત ભટ્ટ

No comments:

Post a Comment