Monday 31 July 2017

ગઝલ

રમલ ૨૬

આંખ છલકી આંસુ અટકી જાય ત્યાંથી, શું કરું?
સૌ અભાવો દોસ્ત, ખટકી જાય ત્યાંથી, શું કરું?

આમ વળગણ કારગત ક્યાંથી નિવડશે? લે હવે
હર વખત ઈચ્છાઓ લટકી જાય ત્યાંથી, શું કરું?

લાગણીઓ ચોતરફ વિંટળાઇ ગઇ વાચાળ થઇ!
દિલ છતાં જો આમ છટકી જાય ત્યાંથી, શું કરું?

કચડે એ, ભેગાં મળી, સંવેદનો ગુલમ્હોર શા!
ને ગઝલ રીસાઈ, ભટકી જાય  ત્યાંથી શું કરુ?

આપણી સમજણ ભલે હો, વિસ્મરણ કર યાદ નું,
ખોખલા સંબંધ બટકી જાય ત્યાંથી શું કરું?
                             ડો જિજ્ઞાસા

No comments:

Post a Comment