Monday 31 July 2017

ગઝલ

બે અક્ષર લખું  કાગળ ઉપર ને આખી કવિતા નીકળે તો કેવું સારું
ખુશી નું બુંદ ટપકે આંખથી ને  આખી સરિતા નીકળે તો કેવું સારું

હું ચાહું જેને મારા દિલથી વધારે એજ મારા સપના ની રાણી હોય
મારા ખુશી થી ભરેલા સંસાર ની એજ રચિતા નીકળે તો કેવું સારું

નામ આપ્યું  લક્ષ્મીનું વરસોથી આપણાં પુરખો એ અહીં સ્ત્રી ઓનું
ભ્રમણા કરું  ભારતની ને ઘરની સ્ત્રી બધે સિતા નીકળે તો કેવું સારું

ઘર્મ ના ડાકુ  પાળું પોસું મોટા કરું  મૂકી દઉં છુટા ચારે દિશા તરફ
પાપી સૌ શહેર ની શેરીએ શેરીએ બીતા બીતા નીકળે તો કેવું સારું

ઘેરી લીધો છે આજે ટેક્નોલોજિ એ યુવાનીને પોતાની બાહોમાં કેવો
ચાલુ કરે સૌ મોબાઈલ ને એમાંથી પહેલા ગીતા નીકળે તો કેવું સારું

મેં જણાવી છે મારા મન ની કલ્પના ને આજે આ કોરા કાગળ ઉપર
કરે જો શિવ ને મૌન ની કલ્પના  વાસ્તવિકતા નીકળે તો કેવું સારું
                                          વિનોદ બી.ગુસાઈ”મૌન”

No comments:

Post a Comment