Monday 31 July 2017

અછાંદસ

 -:  વહાણનું પક્ષી :-

વહાણના કૂવાથંભપર
ફરકતી શ્વેતધજા જેવી ,
એ પણ ફરકાવે છે -
સ્વીકાર્યનો વાવટો  ,
ને આવકારે છે હર સમયે
માર્ગ ભૂલેલા પક્ષીને
મોટું મન રાખવું સહેલું નથી
ભીતર કોરાય છે હૈયું
ચાળણી માફક...
એ જાણે છે કે
વહાણની પ્રતિષ્ઠા
ભટકેલા પક્ષીથી જ છે. ..
સુંદર ગિરિમાળાઓથી આકર્ષિત થઈ ભલે
જાય છે એ થોડીવાર ત્યાં
સુસ્તી ઉડાડવા. .
પણ અહીંતહી ભટકી એ પાછું તો
વહાણ પર જ આવે છે. .
માલિકી પડાવ હોય છે એનો
વહાણ પર...
બાહોશ પક્ષીને  રાખતા આવડે છે
સરસ રીતે સંતુલન
વહાણ ને ગિરિમાળા વચ્ચે. .
સાફ દિલવાળી 'એ' ભ્રમિત  રહે છે
પક્ષીના સંતુલિતગુણ પર. ..
વંકાઈ જાય છે એના સુંદર હોઠ
જ્યારે નકલી સ્મિત સાથે
ઉચ્ચારે છે આ શબ્દો
'વહાણનું પક્ષી'

©હેમશીલા માહેશ્વરી'શીલ'
 

No comments:

Post a Comment