Friday, 16 June 2017

ગઝલ

*પલ | હૃદયનો સીધો અનુવાદ*

સૌની સાથે હળવું-મળવું ભારે પડશે,
શંકાની કાતરથી મરવું ભારે પડશે !!

જેને માટે ડૂબી મરવું વ્હાલું લાગે,
એની સાથે કાંઠે તરવું ભારે પડશે !

આંગળીએ પોટાશ લગાડી મળવા આવે,
એને રૂની સાખે અડવું ભારે પડશે.

ઉની ઉની આંખો લઈને મળશે *ધારા*,
અંગારાના ઘરમાં ઠરવું ભારે પડશે.

ઝાઝી વાતે ગાડા ભરશે શાયર છે એ,
વાતે-વાતે છળવું-બળવું ભારે પડશે.

*ચિંતન મહેતા "આલાપજી"*
*સરકાર*

No comments:

Post a Comment