Thursday, 15 September 2016

ગઝલ

તેં રચેલી વાતને ગણતી નથી,
ને દિવાલો એટલે ચણતી નથી.

બાવરી રાધા ઝુરે છે રાત દી',
વાંસળીમાં ફૂંક સંચરતી નથી.

દ્રૌપદી ડૂમો ભરીને મૌન છે,
દાવમાં હો, આબરૂ, કળતી નથી.

રામનો વનવાસ તો સૌને દિસે,
ઉર્મિલાની ચીસ સળવળતી નથી.

સાત કોઠા ભેદવા ભારે થયા,
ઉત્તરાની કોખ ઉજરતી નથી.

- ધૃતિ ઉપાધ્યાય

No comments:

Post a Comment