Friday, 16 June 2017

ગઝલ

જીવવાને વિચાર માંગુ છું,
જિંદગી એક યાર માંગુ છું.

ત્યાગ ને તું બધીજ વ્યથાઓ,
પ્રેમ તારો અપાર માંગુ છું.

સ્નેહની તો સિતાર  રેલાવા,
એક તારો જ તાર માંગુ છું.

બાળવા આજ પાપ મારા જો,
સ્નેહ નો હું ધખાર માંગુ છું.

જીવ મારો લઈ લે પ્રિયે તું,
પ્રેમ આજે લગાર માંગુ છું

*-ક્રિતી* કીર્તિ રાઠોડ

No comments:

Post a Comment