Friday, 16 June 2017

ગઝલ

ભાખોડીયા ભરતું અશ્રુ ગાલે આવી અટક્યું.
મીઠાં મધુરા સ્મરણે જાણે રસ્તો ભૂલી ભટક્યું.

સૂકાં ભીનાં સ્પર્શે આજે ગાગર માથે લીધી,
કે પાંપણ પરના તોરણમાંથી કયું મોતી લટક્યું?

ભરતીએ ઉઠતા મોજા પર ચર્ચા મોટી દોડી,
નાવિક સંગાથે કોણે આ નાવડું કાંઠે પટક્યું!

નાજુક તૃણની મધ્યે ફૂટી'તી અઢળક ઈચ્છાઓ,
મસ્તી મસ્તીમાં સુખ આંગણમાં ડાળી થઇ બટક્યું.

નસ નસમાં અમરત વે'તું હંમેશા જેની ચાહતનું,
કે કોને મારા જીવનનું ગળપણ આજે ખટક્યું?

-શગ

No comments:

Post a Comment