મેં જોયા છે. શૌર્ય.
પ્રસંગે જુઠ્ઠું જુઠ્ઠું રડતાં લોકોને,
મેં જોયા છે,
પ્રસંગે ખોટી રીતે નડતાં લોકોને,
મેં જોયા છે,
પાછળથી ઘણું બબડતાં લોકોને,
મેં જોયા છે,
ઈર્ષ્યામાં રાતદિન સડતા લોકોને,
મેં જોયા છે,
મુસીબત આવે, મળતાં લોકોને,
મેં જોયા છે,
વિપત્તિ વેળાએ દદડતા લોકોને,
મેં જોયા છે,
બસ,પોતપોતાનું ઘડતા લોકોને,
મેં જોયા છે,
રૂપિયા ભાળીને ખખડતાં લોકોને,
મેં જોયા છે,
નિસરણી બનાવી ચઢતા લોકોને,
મેં જોયા છે,
કર્માનુસાર સમયે પડતા લોકોને,
મેં જોયા છે,
અંતે, માટીમાં ભળતાં લોકો,
મેં જોયા છે.
શૌર્ય પરમાર.
No comments:
Post a Comment