Thursday 22 March 2018

ગઝલ

જવાની

વહેતી  હવા  પણ ગુલાબી થવાની,
હવે  જિંદગી  પણ સુગંધી  થવાની.

જગતમાં ભળી છે નિતરતી જવાની,
અસર તો બધે  ફક્ત એની  થવાની.

ફરી આજ ઘાયલ આ દુનિયા થવાની,
અસર  ના  દવા કે  દુઆની થવાની.

મળી જાય થોડો આ દિલને દિલાસો,
હવે  રાત  સઘળી  નશીલી થવાની.

મિલાવે નજર જો એ મારી નજરથી,
કસમ  છે   ખુદાની  દિવાની  થવાની.

ઘડી હોય અંતિમ ભલેને જવાની,
મને આશ એવી એ મારી થવાની.

નથી ફક્ત મારા જ દિલની કહાની,
ખબર  છે મને  આ તમારી થવાની.

     - સંજય બાપોદરિયા 'સંગી'
       મોરબી

No comments:

Post a Comment