Friday 23 March 2018

સોનેટ

કવિતા....(શિખરિણી)

ફૂટયાં છે હૈયામાં,વિપુલ રસનાં કૈંકઝરણાં.
ઉમંગે પીધા તો, ફરી ફરી વધે પ્રેમ તૃષણાં.
ખુલી બારીથી જો,પીગળતી બહુ મૂલ્ય કવિતા,
સૂંઘી,સ્વાદીને મેં, અવધ પર મૂકી જ રમવા.

થતાં એકાકારે,ભીતરથી ઘણાં રંગ કિરણો,
જરાં ખૂશ્બુ છાંટે, મઘ મઘ ખીલે તેજ ફલકો,
દિશાઓ ઝંખે છે, સકળ જગને આજ મળવાં,
બધી ઇંદ્રિયોની, સમીપ જઈને બાથ ભરવાં.

બધી માત્રાઓના, શરીર પર છંદો પ્રગટતા,
અને આંખોથી, પી મબલખપણે એ થિરકાતાં,
ભીના-સૂકા શબ્દે, ઝુલણ ઝૂલતાં કાગળ હસે,
મીઠાં આવેગોથી,ભરપૂર થઈ દેહ પલળે.

હું તો લીલા તારી, અમુલખ રૂપે જોઈ હરખી,
જીવું છું તારામાં, કલરવ ભરી સાંજ નમણી....

     પારુલ બારોટ....
(શબ્દ સૃષ્ટિ- 2017)

No comments:

Post a Comment