Monday, 26 March 2018

ગઝલ

એક કિનારો ઘટના ઓઢી બેઠો છે
દરિયો  કાંઠે કાંઠા તોડી બેઠો છે

વાત હતી જે વર્ષો જૂના ચહેરાની,
તેથી રસ્તો આંખો ખોડી બેઠો છે

વૃક્ષે વૃક્ષે વળગણ થઇને ઊભો જે,
માળો કેવો નાતો જોડી બેઠો છે!

આજ દિવાએ ખેંચી લીધું અજવાળું,
અંધારાનું કંબલ પોઢી બેઠો છે

એ પોંખાતી ગીતોમાં ને ગઝલોમાં,
સૂરજ પણ ત્યાં અંગ મરોડી બેઠો છે

ઝરમર જેવી જાત લઈને નીકળી છું,
પડછાયો પણ દર્પણ ફોડી બેઠો છે
..... વર્ષા પ્રજાપતિ ઝરમર

No comments:

Post a Comment