Monday 26 March 2018

અછાંદસ

" બોડી " એક અછાંદસ કાવ્ય..

બોડી જાણે એક પરિવારનો સભ્ય ,
અખૂટ એનો વ્હાલ....
ના ક્યારેય કોઈ બવાલ...
શાંત .... સ્વભાવની ..
પરિવારમાં એવી હળી મળી કે કોઈને
એક બીજા વગર ઘડીએ ન ચાલે !
ફક્ત સુખ જ નહીં પણ શાંતિનો હાશકારો ...
આ બોડી.
રંગે શ્યામ , અમાસ .
ક્યારેક આખું ઘર હંકારે...
જાણે મોભી ઘરનો .
રોજ રેલમછેલ આંનદની...
અચાનક સમય પલટયો...
કાળો દિ ઉગ્યો !
આમ પૂછ્યું ,તેમ ,આ ગામે , પેલા ગામે
દૂર દૂર
ખુલ્લા પગે ભત્રીજી , કાકો , મમ્મી ભીની આંખે
રખડયા ગામે ગામ...
આજે વરસોનાં વાણા વીતી ગયા ...
પણ "બોડી " ની વાત નીકળે સૌ
ભૂતકાળમાં ડૂબી જાય.....
એ ના જ મળી તે ના જ મળી....
એ ભત્રીજી પણ નથી રહી . ..
આ " બોડી" પણ નથી. ..
આ "બોડી" એટલે વ્હાલી કાળી ભેંશ.....

અંશ ખીમતવી.. 21.03.2018

No comments:

Post a Comment