પ્રતિબિંબ મારા સમેટી રહ્યો છે
નશો ચાહવાનો ખરેખર નડ્યો છે
મને પામવા આજ જીદે ચડ્યો છે
અરીસોય અમથો જ મોહી પડ્યો છે
તમે જિંદગી દાવ પર ના લગાડો,
પ્રણય એકતરફી કદીયે ફળ્યો છે?
હવા છું, હવામાં ભળી જઇશ જોજો
મને એમ ખાલીપો ઘેરી વળ્યો છે
જુઓ ભીંત કેવી જકડતી ચસોચસ,
મને છોડતા ઓરડો પણ રડ્યો છે
...... વર્ષા પ્રજાપતિ ઝરમર
No comments:
Post a Comment