ગઝલ - તો હું શું કરું?
પાંખ ભીતર પ્રસારે તો હું શું કરું?
નાવ ડૂબે કિનારે તો હું શું કરું?
મૌન મારું જરા બોલકું થઈ હસ્યું;
કંઠથી સ્વર પુકારે તો હું શું કરું ?
શ્વાસના હાટ પર અશ્રુ મોંઘા ઘણાં,
ધારણા કોઈ ધારે તો હું શું કરું?
એ છબી મનને જુઓ કરે તર બ તર;
આવે એ વારે વારે તો હું શું કરું ?
પ્હાણ જેવો તને ધારતો હું હતો ;
ઇશ થઈને પધારે તો હું શું કરું ?
દિલીપ વી ઘાસવાલા
No comments:
Post a Comment