Wednesday, 11 April 2018

ગઝલ

નોખો મિજાજ છું હું, નોખો ખયાલ છું
શાયર કહો કે પ્રેમી, હું લા-જવાબ છું

માનવ કહો કે દાનવ, પથ્થર ગણો કે દેવ,
પડદાનશીન તોપણ, હું બેનકાબ છું

પ્રત્યેક જીવમાં છું, માનો તો છું સહજ,
તાળો મળે કદી ના, હું બેહિસાબ છું

હર દર્દની દવા છું, હર એકનો જખમ,
સંજોગ હું, સમય હું, હું ખુદ પ્રકાશ છું

છું દૂર આ જગતની માયાવી જાળથી,
મળવા મને હું વર્ષોથી બેકરાર છું

વર્ષા કહો કે ઝરમર, છું એક તત્વ હું,
ડૂબે નહીં કદી જે, એ આફતાબ છું
..... વર્ષા પ્રજાપતિ ઝરમર

No comments:

Post a Comment