🌳ગઝલ જણવી નહીં🌳
.... .... ..... ....
ડૉ.સત્યમબારોટ
પારકી પીડા કદી ખણવી નહીં,
પારકી ખેતી કદી લણવી નહીં.
શબ્દને શીખ્યા પછી મમરાવવો,
વારતા ખોટી કદી જણવી નહીં.
સાવ સીધા શબ્દથી લખવી સદા,
જડ શબદ સાથે ગઝલ વણવી નહીં.
ભાવ જેવો નીપજે એવું લખો,.
અર્થ ના હો એ ગઝલ ભણવી નહીં.
આવશે તો દર્દમાં એ સુખ બની,
લાગણી બીબા મહી ગણવી નહીં.
જો ખબર પડતી નથી શબ્દો તણી,
તો નકામી પણ ગઝલ હણવી નહીં.
ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
No comments:
Post a Comment