Thursday, 22 March 2018

ગઝલ

નયનથી  કરે તું ઇશારો હમેશાં,
ને દિલને મળે છે સહારો હમેશાં.

જીવન પણ બની જાય મારું તો સુંદર,
મળી જાય સંગાથ તારો હમેશાં.

ને વિશ્વાસ રાખો તમે ખુદ ઉપર પણ,
જીવનમાં તો મળશે કિનારો હમેશાં.

નથી જ્ઞાન એને તો આ જિંદગીનું,
છતાં એ કરે છે લવારો હમેશાં.

મઠારે ગઝલને તો દરરોજ લોકો,
તમે પણ ગઝલને મઠારો હમેશાં.

કવિતા દિવસ પર જ નહિં કિંતુ મિત્રો,
કવિતા તમે આવકારો હમેશાં.

છે 'ધબકાર'માં તો ઘણી લાગણીઓ,
મળે એને સૌનો પનારો હમેશાં.

-ઉમેશ તામસે 'ધબકાર',
   વ્યારા (તાપી)

No comments:

Post a Comment