Thursday 22 March 2018

અછાંદસ

વિશ્વ કવિતા દિવસના સ્મરણ અને  શુભેચ્છાઓ સાથે એક કવિતા.... 😊

"હે કવિતા...!
આવ,  તને એક વાત કહું
તને હું યાદ આવું કદી?
તું તો દેખાઈ જાય છે મને અલપઝલપ.............. અદ્દલ જોગમાયાની જેમ.
અનેક વ્યસ્તતા વચ્ચે....
તું આવીને વળગી પડે છે મને.
હું છટકવા જાઉં તો દરિયો થઈને ઉભરાઈ ઉઠે છે તું મારી ભીતર...
કાંઠા વિનાના જળમાં વહેવાની મઝા જ જુદી હો!
વહેલી પરોઢે  સાચા પડી ગયેલા શમણાંની જેમ હોઠ પર ટહુકી પડે છે તું.
મનગમતી પીડામાં રાચવાની, વાતે વાતે  વરસી જવાની, મધરાતે ઝબકીને ખુલ્લાં આકાશને નિરખ્યા કરવાની મઝા એટલે કવિતા....!
એક ઘૂંટ ચા ની ચુસકીમાં બાથ ભરીને વ્હાલ મળી જાય છે હો!
ક્યારેક તાક્યા કરાતા રસ્તા પર પડછાયાના ટોળેટોળા ઉમટી આવે ત્યારે  ટપલી મારી, હાથ ખેંચી લઈ જાય છે મને દૂર.......વનરાજીમાં.
હવા, જળ, તેજ, ધૂળ અને.... અવકાશ.... આજ તારું ઘરને!
તો ચાલ... મળીયે એક દિવસ
તું  ઘૂંટજે મને તારા અસ્તિત્વમાં.
ચાતક થઈને બેઠી છું તારી રાહમાં..... આજે પણ.
શ્વાસ ખૂટી જાય એ પહેલાં આવી જજે દોસ્ત! "
..... વર્ષા પ્રજાપતિ ઝરમર

No comments:

Post a Comment