Thursday 22 March 2018

ગઝલ

જ્યાં જ્યાં મને મળતી હતી જીવન ગઝલ,
ત્યાં ત્યાં સદા કળતી હતી જીવન ગઝલ.

કાગળ ઉપર ઢળતી હતી જીવન ગઝલ,
શબ્દો વડે છળતી હતી જીવન ગઝલ.

હું તો રહ્યો બસ કાફિયાના મેળમાં,
ક્યાં છંદમાં ઢળતી હતી જીવન ગઝલ!

અજવાસમાં સુંદર છબી જોઈ હતી,
ને રાતમાં બળતી હતી જીવન ગઝલ!

સીધો હતો હર રાહનો રસ્તો છતાં,
કો' મોડ પર વળતી હતી જીવન ગઝલ!

ઘંટી છુપાયેલી હશે આંખો મહીં,
દર્દો બધા દળતી હતી જીવન ગઝલ.

મત્લા પછી શોધ્યા કરી છે કેટલી,
મક્તા ઉપર મળતી હતી જીવન ગઝલ.

ડો.સુજ્ઞેષ પરમાર 'તન્હા'

No comments:

Post a Comment