Thursday 22 March 2018

ગઝલ

જીવને  જાતર જવાને વધામણા સામા મળ્યા
દિવ્યતાના  તેજપુંજી  બારણા  સામા  મળ્યા

સાવ  ગોરંભાએલો અંધારપટ  એવે  સ'મે,
મર્મ ભેદી, શક્યતા  ને  ધારણા  સામા  મળ્યા

પોત  બાળી,  કર્મ ચાળીને  કર્યો  ધૂણો  હતો,
માંહ્યલો પ્રજવાળવાના  તાપણા  સામા મળ્યા

છૂટવાના  દેહ  ટાણે   આખરીની   વેળમાં
જીવ  ને શિવ  ઐક્યતાના  તાતણા સામા મળ્યા

અંત ને  શરુઆત  આદીકાળથી  ફરતા  રહે,
આયખું  નવલું  જડ્યું  ને   પારણા  સામા મળ્યા

-------------હેમા ઠક્કર "મસ્ત "

વિશ્વ  કવિતા  દિવસની  સુકામના 🌹🙏🏼😊🌹

No comments:

Post a Comment