Thursday 22 March 2018

અછાંદસ

#વિશ્વ કવિતા દિવસે

ભરચક ટ્રાફીક વચ્ચે પણ
આકાશ તરફ નજર કરો,ને
ભીતર જે સળવળે એ કવિતા છે

ફેસબુક અને વોટ્સપની
ગલીયોમાં રખડતાં રખડતાં
ક્યાંક ખોવયેલી પળ મળે એ કવિતા છે

સાવ સુક્કા ખાલીપામાં
સમયની લીલછમ ટેકરીથી
ખળખળતા ઝરણાં જેવી
યાદના અશ્રુ ભળે એ કવિતા છે

ઝાડ પર ઉગુ ઉગુ થતી
કુમળી કૂંપણને જોતાં જ
રોમરોમમાં ઝાડ ફળે એ કવિતા છે

ઉગતા કે ડુબતા સૂરજને
જોઈ;મન સઘળુ ભુલી
ક્ષિતિજ તરફ વળે એ કવિતા છે

દર્દથી હ્રદય છલકાતું હોય
ત્યારે છલકાવા માટે આંખ,
કોઈ કાન નહી પણ કલમ શોધે ત્યારે
કાગળ ઉપર જે ટળવળે એ કવિતા છે

#કિરણ જોગીદાસ

No comments:

Post a Comment